INTERNSHIP PROGRAM OF B.ED STUDENTS IN SEMESTER-3
બી.એડ ના અભ્યાસક્રમ અંતર્ગત સેમ- 3 માં તાલીમાર્થીઓ દ્વારા આયોજિત ઇન્ટર્નશીપ કાર્યક્રમ
● બી.એડ ના અભ્યાસક્રમ દરમિયાન સેમ 3 માં તાલીમાર્થીઓએ શાળામાં જઈ ઇન્ટર્નશીપ કરવાની હોય છે. તે માટે અમે પાંચ તાલીમાર્થીઓનું જૂથ બનાવ્યું હતું. જેમાં અમે નવસારી વિજલપુર ખાતે આવેલી શ્રી સરદાર શારદામંદિર શાળાની પસંદગી કરી હતી. તે માટે શાળાનાઆચાર્ય શ્રી નીતિનભાઈ ટંડેલ પાસે અગાઉથી જ પરવાનગી મેળવી લીધી હતી.
તારીખ 2/ 7/ 2018 ના રોજ અમે પાંચ
તાલીમાર્થીઓ સવારે 10:15 કલાકે શાળામાં પહોંચી ગયા હતા અને ફરી આચાર્ય સાથે ચર્ચા
કરવામાં આવી . ત્યારબાદ અમારા કાઉન્સિલર શિક્ષક નીમવામાં આવ્યા શિક્ષક તરીકે મીનાક્ષીબેન
પટેલ નિયુક્ત કરવામાં આવ્યા હતા શાળામાં પ્રથમ દિવસ હોવાથી શાળાના શિક્ષકે આપેલ પાઠ
નો નિરીક્ષણ કરવામાં આવ્યુ હતો તેમજ શાળાની સામાન્ય માહિતી મેળવવામાં આવી હતી . શિક્ષક
સાથે અભ્યાસક્રમની માહિતી મેળવી હતી અને કાઉન્સિલર શિક્ષક સાથે ચર્ચા કરી અગાઉના દિવસના
આયોજન કર્યો હતો અને ત્રણ વાગ્યે વહીવટી કાર્ય કરવાનું હોવાથી રજા આપવામાં આવી હતી
ત્યારબાદ બીજા દિવસથી એકમ ની પસંદગી વિષય શિક્ષક ની મદદથી કર્યા બાદ પાઠ આપવામાં આવ્યા
હતા.
- ત્યારબાદ શાળામાં પ્રથમ અઠવાડિયું હોવાથી તથા વરસાદનુ વાતાવરણ જોઇ તારીખ 4 -7- 18 ના રોજ છેલ્લા બે તાસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ . તે માટે તાલીમાર્થીઓ દ્વારા વૃક્ષના રોપા શાળામાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કરી સૌ છુટા પડ્યા હતા અને અન્ય દિવસો માં શિક્ષણ કાર્ય નક્કી કરેલ ટાઈમટેબલ મુજબ કરવામાં આવ્યું હતું.
બીજા અઠવાડિયા દરમિયાન શૈક્ષણિક કાર્ય સાથે સાથે તારીખ 10 7 18 ના દિને વાલી મીટીંગ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.- વાલી મીટીંગ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું.
- ત્યારબાદ તારીખ 11- 7- 18 ને બુધવારના દિને વર્ષાગીત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
- આ સ્પર્ધામાં ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધાના નિર્ણાયકશ્રી તરીકે શાળાના શિક્ષિકા શ્રીમતી પદ્માબેન પટેલ એ ભૂમિકા ભજવી હતી. તે વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપ્યા બાદ સ્પર્ધાની શરૂઆત થઈ સ્પર્ધામાં એક પછી એક વિદ્યાર્થીઓએ વર્ષાગીત રજૂ કર્યા હતા.
- ત્યારબાદ અમારા ગ્રુપની તાલીમાર્થી ભાવિની બહેન દ્વારા પણ વર્ષાગીત રજૂ કરવામાં આવ્યું. નિર્ણાયકશ્રી દ્વારા પોતાનો નિર્ણય જણાવ્યા બાદ તેમણે પણ ખૂબ સરસ વર્ષા ગીત વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યું આમ સરસ રીતે શાંતિપૂર્વક વરસાદના આહલાદક વાતાવરણમાં વર્ષાગીત નો કાર્યક્રમ પૂર્ણ થયો . ત્યારબાદ વધુ વરસાદને કારણે શાળામાં રજા જાહેર કરવામાં આવી તારીખ 11- 07- 18 ના દિને પણ ભારે વરસાદને કારણે શાળામાં સ્થાનિક રજા જાહેર કરવામાં આવી.
- ત્રીજા અઠવાડિયા દરમિયાન રાબેતા મુજબ શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું તારીખ 18-07-18 ને મંગળવારના દિવસે શાળામાં ઓરી-રૂબેલા રસીકરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં શાળા ના ધોરણ 9 ના દરેક વિદ્યાર્થીને રસી મૂકવામાં આવી હતી.
- આ અઠવાડિયા દરમિયાન તારીખ 19 -7- 18 ના રોજ શાળામાં હાજરી પત્રકનું અવલોકન કરવામાં આવ્યું તેમજ ના રોજ વર્ગ બઢતીના નિયમો નિયમોનું અમે અવલોકન કર્યુ.
તદુપરાંત અમે શિક્ષણ કાર્યમાં SMART ROOM નો મહત્તમ ઉપયોગ કર્યો જેમાં વિદ્યાર્થીઓને વિડિયો ,ઓડિયો, અને ચિત્રો બતાવી શિક્ષણ કાર્ય કર્યું.
તેમજ ગુજરાતી, હિન્દી જેવા ભાષાના વિષયોમાં કવિતાનું ગાયન કરાવી કાવ્યોની સમજ આપી
પાઠ આપવાની સાથે સાથે શિક્ષકો તેમજ તાલીમાર્થીઓના પાઠનું નિરીક્ષણ પણ અમે કરતા હતા .
- તારીખ 21 7 18 ને શનિવારના દિવસે શાળામાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓના નામ અગાઉથી જ નોંધવામાં આવ્યા હતા . તેમને કલર પેન્સિલ જેવા સાધનો લઈ આવવા માટે જણાવવામાં આવ્યું હતું ચિત્ર દોરવા માટે કાગળ અમે તાલીમાર્થી મિત્રો દ્વારા આપવામાં આવ્યા. ચિત્રસ્પર્ધાના ત્રણ વિષયો રાખવામાં આવ્યા હતા.
- 1. બેટી બચાવો 2. સ્વચ્છતા અભિયાન અને 3. મતદાન જાગૃતિ,
- ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ ઉત્સાહ પૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો અને સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા બહેન શ્રીમતી નિયુક્ત કર્યા હતા અને સંપૂર્ણ કાર્યક્રમ યોગ્ય સમયમાં પૂર્ણ થયો વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરી છુટા પડ્યા.
- ચોથા અઠવાડિયા દરમિયાન રાબેતા મુજબ શિક્ષણ કાર્ય કરવામાં આવ્યો તારીખ 26 7 18 ના રોજ અલુણા પર્વ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું પૂર્વ આયોજન પણ અમે કર્યું જેમાં મહેંદી સ્પર્ધા સાડી પરિધાન , કેશગુંફન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું તે માટે સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓ પાસે અગાઉથી જ નામ લખાવ્યા હતા.આ અઠવાડિયા દરમિયાન તારીખ 25 7 18 ના રોજ શાળાના વર્ગ બઢતી ના નિયમોનુ અવલોકન પણ કરવામાં આવ્યું.
- તારીખ 27 -7- 18 ના રોજ છેલ્લા ચાર પીરીયડમાં મહેંદી સ્પર્ધા અને કેશગુંફન સ્પર્ધાનું આયોજન કર્યું હતું .
- તેમાં ઘણી બધી છોકરીઓ લીધો હતોબધી છોકરીઓ એ ખુબ સરસ અને આકર્ષક લાગે એવું કર્યું હતું.સ્પર્ધાના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા શ્રીમતી સ્વાતિબેન તન અને શ્રીમતી પદમાબેન ટંડેલને નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓના અમે આભાર વ્યક્ત કર્યો અને તેમાં પ્રથમ અને નંબર પણ આપવામાં આવ્યા તથા વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કર્યું.
- તારીખ 28- 7 -18 ના શનિવારના દિને શાળામાં સાડી પરિધાન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. સાડી પરિધાન ભાગ લેનાર વિદ્યાર્થીનીઓના નામ અગાઉથી જ નોંધવામાં આવ્યા હતા અને તેમને સાડી ઘરેથી પહેરી લાવવા માટે કહેવામાં આવ્યું હતું .
- બધી છોકરીઓ ખુબ સરસ રંગબેરંગી સાડીઓમાં તૈયાર થઈ હતી તેઓએ સ્પર્ધામાં ક્રમશઃ કેટવોક પણ કરી બતાવ્યું . એમાં પણ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા અને વિજેતા સ્પર્ધકોને ઇનામ પણ આપવામાં આવ્યા કાર્યક્રમને અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી છુટા પડ્યા.
- તારીખ 29-7-18 ના રોજ વક્ત્રુત્વ-સ્પર્ધાનુ આયોજન કર્યુ હતુ.
- જેના વિષયો હતા;1. ભ્રષ્તાચાર સામાન્ય માણસ પર અત્યાચાર 2. વર્તમાન સમયમા સ્ત્રીનુ સ્થાન આ સ્પર્ધામા વિદ્યાર્થીઓએ ઉત્સાહ્પૂર્વક ભાગ લીધો હતો. જેમા નિર્ણાયક શ્રી તરીકે મિનાક્ષીબેન પટેલ રહ્યા હતા.
- તારીખ 30 -7 -18 ના સોમવારના રોજ શાળા સ્વચ્છતા સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ધોરણ - 9 ના તમામ વિદ્યાર્થીઓ જોડાયા. જેમાં ધોરણ - 9 ના તમામ વિદ્યાર્થીઓ જોડાયા.
- તા 9-8-18 થી 12-8-18 સુધી શાળામા રાબેતા મુજબ શિક્ષણકાર્યની સાથે સ્વાતંત્ર્યદિન ની પૂર્વતૈયારી કરવામા આવી.વિદ્યાર્થીઓનોખૂબ જ સાથ સહકાર મળ્યો . શાળાના આચાર્યશ્રી તથા સિક્ષકો પણ ખુબ મદદ કરતા હતા.
તારીખ 15 -8- 18 ના રોજ સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
- આ દિવસે અમે શાળામાં સવારે પહોંચી ગયા હતા અને વિદ્યાર્થી તથા શળા પરિવારના સૌ મિત્રો હાજર રહ્યા હતા.
- સૌપ્રથમ ભરતભાઈ સોલંકી ના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો.ત્યારબાદ ધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી અને મહેમાન શ્રી ઓએ સ્વાતંત્ર દિન વિશે ટૂંકમાં પ્રવચન પણ આપ્યા.
- વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા. અંતે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું અને અમે સૌ રાષ્ટ્રગીત ગાઈ છુટા પડ્યા.
- . તારીખ 16 -8 -18 ના રોજ શાળામાં
રમત-ગમત પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું આ માટે વિદ્યાર્થીઓને અગાઉથી
જ પાંચ દિવસ પહેલા જણાવી દેવામાં આવ્યું હતું. ઇનડોર અને આઉટડોર રમતો ના નામ સમય સૂચિ અને સ્થળ વિશે વિદ્યાર્થીઓને અગાઉથી જ
જણાવી દેવામાં આવ્યું હતું.
- સ્પર્ધા જીતનાર વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં પણ આવ્યા.
- તારીખ 18- 8- 18 ના રોજ શાળા માં અમે બી.એડ.ના તાલીમાર્થીએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે અમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી કોલેજના પ્રધ્યાપક શ્રી ડોક્ટર રોહિતભાઈ સી પટેલ ને આમંત્રણ આપ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના મધ્યમકક્ષાના બાળકો આચાર્યશ્રી શિક્ષક-શિક્ષિકા ગણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીત અને પ્રાર્થના થી ક્રમશઃ કરવામાં આવી ત્યારબાદ શાળાના આચાર્યશ્રી ઉપસ્થિત મહેમાન શ્રી નુ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
- ● શાળાના આચાર્યશ્રી તથા મહેમાન શ્રી તરફથી સંસ્કૃતિક કાર્યક્રમ તથા આપણી સંસ્કૃતિ વિશે સુંદર પ્રવચન પણ આપવામાં આવ્યા.કાર્યક્રમને આગળ વધારતા ક્રમશઃ ગણેશ વંદના, દેવા શ્રી ગણેશા ડાન્સ ,ગરબા, મા તુજે સલામ ડાન્સ, મુક નાટક ,વંદે માતરમ ડાન્સ, વગેરે રજૂ કરવામાં આવ્યા . પ્રાર્થનાના નુ ગાયન તાલીમાર્થી આહીર જિગ્નાશા,આરતી ટડેલ અને ભાવિનીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં વ્યવસ્થાપન નું કાર્ય પટેલ ભાવિનીબેન એ સંભાળ્યું એન્કરિંગ નું કાર્ય તાલીમાર્થી અને પટેલ ભાવિની કે દ્વારા કરવામાં આવ્યુ.
- તારીખ 21 -8- 18 ના રોજ ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધા ,નિબંધ સ્પર્ધા ,વક્તૃત્વ સ્પર્ધા વગેરેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય ક્રમ લાવ્યા હતા . એમને ઇનામ આપવામાં આવ્યા પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને વોટર બોટલ દ્વિતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીને તથા મેળવનાર વિદ્યાર્થીને પર્સ આપવામાં આવ્યું . આ રીતે વિદ્યાર્થીઓ સ્પર્ધાઓમાં વધુ ને વધુ ભાગ લે અને પોતાની ક્ષમતાઓનો વિકાસ કરી પોતાના કૌશલ્યો વિકસાવે, એ માટે ઇનામ વિતરણ અમે તાલીમાર્થીઓએ કર્યું.
- શાળામાં તારીખ 21-8 -18 ના અંતિમ દિવસે અમે સ્મૃતિ ભેટ તરીકે શાળાના આચાર્યશ્રી ને showpiece અર્પણ કર્યું. શાળાના શિક્ષકો, વિદ્યાર્થીમિત્રો અને આચાર્યશ્રીનો આભાર વ્યક્ત કરી શાળાના વાસ્તવિક અને પ્રત્યક્ષ અનુભવોનું જ્ઞાન અને ઘણી બધી મીઠી યાદો લઈ છુટા પડ્યા.
Comments
Post a Comment